જીવન કાંટાળી વાટ ભલે હો,
હું ય ફુલો
નો આદિ નથી ,
ચિમળાઈ ચમન મહેકાવી જઈશ,
કુરબાની હશે, એ બરબાદી નથી,
ન ચીંધ ચીલા ઓ દુનિયા મને,
સલામતી હશે, ત્યાં આઝાદી નથી
ન બદલાય કર્મ પ્રહારો થકી,
તકદીર એટલી પોલાદી નથી
કહી દો મોત ને ગજુ તપાસી
આવે,
પ્રેમ છું, નથી અંત મુજ આદિ
નથી.
ચિંતન પટેલ-
*******