Sunday, March 3, 2013

આદિ નથી !




જીવન કાંટાળી વાટ ભલે હો, 
હું ય ફુલો નો  આદિ નથી ,

ચિમળાઈ ચમન મહેકાવી જઈશ,
કુરબાની હશે, એ બરબાદી નથી,

ન ચીંધ ચીલા ઓ દુનિયા મને,
 સલામતી હશે, ત્યાં આઝાદી નથી 

ન બદલાય કર્મ પ્રહારો થકી,
તકદીર એટલી પોલાદી નથી 

કહી દો મોત ને ગજુ તપાસી આવે,
પ્રેમ છું, નથી અંત મુજ આદિ નથી.

   ચિંતન પટેલ-


******* 

No comments:

Post a Comment