Saturday, May 31, 2014

જીવનપથ



જીવનપથ

દૂર મજલ છે, પથ વિકલ છે, સાથી નથી કોઇ સાથમાં,
ઘર સુરક્ષિત, માર્ગ અનિશ્ચિત, ભરોસો છે માત્ર જાતમા,
હાર જીત તું શીદને વિચારે? બસ, ચાલવું તારા હાથમાં !

નસીબ છે તારું, જીવન તારું, લોકો ક્યાંથી કળી શકે ,
પોતે નથી ચળી પણ શકતા ગ્રહો, તને ક્યાંથી નડી શકે.
શક્ય બદલવી તે રેખાઓ; જે અંકિત તાર હાથ માં!

કાને ન ધર તુ સ્તુતિ-નિંદા ને, ફેંક ઉખાડી વિટપ શંકા ને,
સૂણી લે નિજ આતમ ઇશારો, ફરી જશે તુજ જીવન કિનારો,
નાવ ભલે કરતાર ની હો, હલેસાં તારા હાથ માં !

અંતરે તુ ઇશને રાખ, મરતાંં-મરતાં જીવતો નહી,
સ્વપ્ના જો, આકાંક્ષા રાખ , ભય થી છળી મરતો નહી,
સામે આખી દુનિયા આખી ભલે હો, જીત તારા હાથ માં !!!

- ચિંતન પટેલ 

Thursday, May 29, 2014

સંબંધો ની સમજણ


સંબંધો ની સમજણ માં, 
સાલ્લા સૌ ગણિત ખોટા પડ્યા. 

ઉંચી   ઈમારતો ની તડોમાં 
મૃત લોહી ના  ગઠ્ઠા મળ્યા. 

ને કબરો ખોતરી ને જોયુ તો, 
બે-ચાર તાજા ગર્મ ટીપા સર્યા. 

- ચિંતન પટેલ