Friday, October 12, 2012

Musings with Krishna..!!



આજનો રાજકિય માહોલ જોતા ખરેખર એમ વિચાર આવી જાય છે કે શુ આ બધુ જરૂરી છે? કોઈ પાંચ હજારે ખુશ છે તો કોઈને બે લાખ કરોડ થી પણ સંતોષ નથી! સૌ પોત પોતાના તરભાણા ભરે છે અને પબ્લિક પણ હવે ટેવાઈ ગઈ છે, સૌને ખબર છે કે બધા જ સાલા ચોર છે તો એવા ને ચૂંટી લાવે કે જે સૌથી ઓછી ચોરી કરે !! આ બધુ વિચારી ને એમ થાય કે શુ આ એ જ ભારત છે જેમાં ગાંધી, સરદાર, વિવેકાનંદ અને ક્રિષ્ણ થયા? જ્યારે લોકો આ વિભૂતિ ઓ ના નામે રેલીઓ અને યાત્રાઓ કાઢે છે ત્યારે એમ થાય છે કે જો કદાચ અસલ માં પણ હેરી પોટર મા હોય છે તેમ મ્રુત્યુ પછી પણ જો તેમના પોસ્ટરો બોલી શકતા હોત તો ?? પણ જ્યારે સ્વામી વિવેકાનંદ ને એમ કહેતા વાંચુ છુ કે જીવન માં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના નિરર્થક કે વણજોઈતી નથી હોતી, જે આજે જગત માં અસ્તિવ ધરાવે છે તે બધુ જ કોઈને કોઈ રીતે તો જરૂરી છે જ નહી તો તે ક્યારનું નાશ થઈ ચૂક્યુ હોત. મારા મતે તો આ દુનિયા એક જબરદસ્ત સર્જક નું અદભૂત સર્જન છે. ત્યારે પાછો એક આશાવાદ મન માં ઘર કરે છે. કોઈ વ્યક્તિ કે ગુણ સ્વતંત્ર રીતે સારો કે ખરાબ ન હોઈ શકે.  


જીવન માં કાંઈ જ ખરાબ નથી હોતુ. જેને આપણે સામાન્ય લોકો ષડરિપુઓ ગણીએ છીએ તે કામ,ક્રોધ, લોભ, મોહ,મદ અને મત્સર પણ જરૂરી છે. તે બધા જ પોતે નુકસાનકર્તા નથી. મારા મતે કોઈપણ વસ્તુ નો દુરુપયોગ કે અતિશયોક્તિ તેને દુર્ગુણ બનાવી મુકે છે. જેમ કે કામ એ તેના યોગ્ય સ્વરૂપ અને યથાયોગ્ય ઉપયોગ ની દ્ર્ષ્ટિ એ જોતા તો આ વિશ્વ નું સર્જક અને ચાલકબળ છે પરંતુ તેનો અયોગ્ય વ્યક્તિ, પરિસ્થિતિ કે સ્થાને ઉપયોગ તેને દુર્ગુણ બનાવી મુકે છે. આવુ જ દરેક વસ્તુ વિષે પણ સત્ય છે. ટુંક માં જીવન પ્રત્યે નો સ્થિતિસ્થાપક અભિગમ જ જીવન ને જીવવા લાયક બનાવી શકે છે. કોઈપણ આદર્શ ભલે તે ગમે તેટલો મહાન હોય પરંતુ તેનો જડસુ પાલન જીવન ને શુષ્ક અને રસહીન બનાવી મુકે છે. આ દ્રશ્ટિ એ હિટલર ની હિંસા અને ગાંધી ની અહિંસા એક જ પાટલે હોય છે. એકે પોતાની જાતિ ની સર્વોપરિતા ના જડસુ આદર્શ ને લઈને હિંસા ને સાધન બનાવી ને જીવન ને અજીવ્ય બનાવી લીધુ. જ્યારે ગાંધીજી એ અહિંસા ના વધુ પડતા અને અમુક રીતે જડ ઉપયોગ થી જીવન ને શુષ્ક બનાવ્યુ.

મારા મતે યોગ્ય અને સંપૂર્ણ જીવન ના પ્રતીક છે, પૂર્ણ પુરૂષોત્તમ શ્રી કૃષ્ણ! કારણ કે તે નથી કામાસક્ત કે નથી કામેલર્જીક !! એક્દમ પ્રેક્ટીકલ એપ્રોચ, કોઈ જડ સિધ્ધાંત ની મર્યાદાઓ નહી. જો વિશ્વ ચૈતન્ય કદી કોઈ હાડ-માંસ ના મનુષ્ય માં સૌથી વધુ વિકસ્યુ હોય તો તે માનવ ઈતિહાસમાં ખાલી ક્રિષ્ણ માં જ હોઈ શકે. અહીં માણસ ની સુવિધાઓ માટે નિયમો છે, નિયમો નુ ગુલામ માનસ નથી. માત્ર 11 વર્ષ ની ઉંમર થી આ માણસે સંપૂર્ણ તાર્કિક દલીલો થી ઈન્દ્ર્પૂજા બંધ કરાવી ને ગામલોકો ને સૌથી વધુ ઉપયોગી એવા ગોવર્ધન ની પૂજા શરુ કરાવી. આની પાછળ નો મુખ્ય હેતુ તમારી આસપાસ ના કુદરતી વારસા નુ જતન કરવા નો હતો, જ્યારે આજે આપણે ગોવર્ધન ની પરિક્રમા ના માર્ગ માં જ કચરો ફેંકતા જઈએ છીએ અને શ્રી ક્રુષ્ણ શરણં મમ, જપતા જઈએ છીએ!! 



આઈંસ્ટાઈન ના વડવાઓ થી પણ સદીઓ પહેલા આ માણસે પોતાના વર્તન થી બતાવી આપ્યુ હતુ કે આ સંસાર માં બધુ જ સાપેક્ષ છે. અહી  બધુ જ સ્વીકાર્ય છે પણ તેના યોગ્ય રૂપ, રંગ ને માધુર્ય માં એક સંપૂર્ણ અને સંતુલિત જીવન.જો કોઈ ગાંધારી માતા બની ને શ્રાપ આપે તો પણ તેને આજ્ઞા ગણી ને માથે ચઢાવાય પણ કોઈ દુર્યોધન એક થપ્પડ મારે તો તેને બીજો ગાલ ન ધરાય એટ્લી સમજ એક રાજા અને એક રાજનિતિજ્ઞ ને હોવી જોઈએ ! જો આખા મહાભારત માં થી આપણે કદાચ આટલુ જ શીખ્યા હોત તો પણ કદાચ 1947, 1965,1971 અને 1999 માં કારગીલ માં આપણે ન તો આટલા બધા સૈનિકો ખોયા હોત અને ના તો દુનિયા ની નજર માં બેવકુફ ના ઠર્યા હોત ! 

ક્રિષ્ણ નુ ચરિત્ર નથી લખાતુ એની લીલા કહેવાય છે ! કેમ ભાઈ?? આપણા ચોખલીયા ધર્મે આપણને એ સ્વીકારવાની કદી હિંમત જ ન આપી કે આટ્લુ ક્રાંતિકારી વ્યક્તિત્વ ખરેખર થઈ શકે ! તેથી આપણે કદી ક્રિષ્ણ ના જીવન માંથી કઈ શીખી ન શક્યા ખાલી લાલા ને માખણ મિશ્રી જમાડી ને પોતાના ફોલ્સ હેવન માં ખુશ રહ્યા! શ્રીમદ ભગવદ ગીતા, જે તેમના જીવન નુ હાર્દ છે તેને ચાલ્લા કરી કરી ને છેક કંકુ સાતમા અધ્યાય સુધી પહોચી ગયુ પણ કંકુ લગાવનારો પહેલા અધ્યાયે પણ ન પહોચી શકયો!!  

No comments:

Post a Comment