Tuesday, February 19, 2019

એ કોણ છે?


એક મળસ્કે અધખુલ્લી બારીમાં થી ઝાંખતા –

થોડાક અંગત,
કેટલાક પરિચિત ને,
વળી કેટલાક માત્ર દેખાડા પૂરતા,
ગહન શોક પર સફેદ કપડાં ઓઢી,
અસ્પષ્ટ ગણગણતા ટોળા ને જોઈ
થયું કે-
અસ્તિત્વ ને પેલે પાર પહોંચેલા કોઇક ને
અંતિમવાર શણગારી ,
બે-ચાર આંસુ સારી,
જીવન માં થી બાદ કરી યાદોં મા ઉમેરતા લાગે છે,
ત્યાંજ એક બેચેન વિચાર આવ્યો,
આટલા બધા પરિચિત બીબાંઓ માં,
એક ચહેરો ક્યાંક ખૂટે છે.......

અરે ! ત્યાં મારા જેવુ જણાતું એ કોણ છે ?
જેની ફરતે આ લોકો કાથી વીંટે છે !!

- ચિંતન પટેલ
********

No comments:

Post a Comment