ગયા ભાગ સુધી આપણે ઈમેલ નો ઇતિહાસ તપાસ્યો. આજે આપણે ભારતમાં ઈન્ટરનેટ ના આગમન નો રસપ્રદ ઇતિહાસ જોઈએ. મોજ અને માહિતી બંને ની ગેરન્ટી પાક્કી છે. તો ચાલો મારીએ ધુબાકા ટેકનોલોજી અને ઇનોવેશન ના સરોવરમાં.આ ઈતિહાસ આપણે એક એવા મહાનુભાવની આંગળી ઝાલી જોઈશું કે જેમનો આપણી આજની યંગસ્ટર્સ ની ભાષામાં "નેટસેવી" અને "સ્વાવ" ગણાતી લાઇફસ્ટાઈલમાં સિંહફાળો છે. પણ આવા ડાઉન ટુ અર્થ અને કોઈ પોલિટિકલ પ્રોપેગેંડા વગરના મહાનુભાવોને બહુ આસાની થી વિસરાવી દેવાની આપણી પ્રજાની તાસીર રહી છે. આ આર્ટિકલ સિરીઝ નો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણી નવી પેઢી આવા લોકો કે જેઓનું આજના નવા ભારતમાં ખરેખર બહું મોટું યોગદાન છે તેમને ઓળખે અને ઇતિહાસના નામે રીતસર ક્રિએટ કરાતી "ઑલ્ટરનેટ હિસ્ટ્રી" ની પોલ જાણી શકે કે જેથી લોકો વોટબેંક માટે ઉભી કરાટી રાજનૈતિક માન્યતાઓ(પોલિટિકલ પરસેપશન) ને ઓળખી શકે! આવા જ એક દેશમાં ભૂલાયેલા પણ વિદેશમાં વખણાયેલાં વિઝનરી છે, ડૉ. શ્રીનિવાસન રામાણી.(નીચેનો ફોટો)
Photo: Internet Hall Of Fame
શ્રી રામાણી ને નાનપણથી જ ટેક્નોલોજીમાં રસ હતો. ખૂબ જ નાની વયથી રામાણી તેમના મિત્ર ની સાથે ચેન્નાઈ(તત્કાલીન મદ્રાસ) ના મૂર માર્કેટમાં ફરી ફરી ને પોપ્યુલર સાયન્સ અને પોપ્યુલર મેકેનિક્સ ના જૂના અંકો શોધતા અને એમાંથી જોઈ જોઈ પોતે ઘરે કરી શકાય તેવા પ્રયોગો કરતા રહેતા. આવી નાની ઉંમરે તેમણે ઘરમાં વપરાતી વસ્તુઓનો ઉપયોગ કરી ડાયોડ(ઇલેક્ટ્રોનિક સ્વિચ) બનાવેલી. તેમનો વિદ્યાર્થી અવસ્થા થી જ ઝોક ઇલેક્ટ્રોનિક્સ તરફ હતો, પરિણામે તેઓ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ માં બી.ટેક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ માં IIT મુંબઈ થી એમ.ટેક અને ત્યાંથી જ ડૉક્ટરેટ પણ કર્યું. ત્યારબાદ બે વર્ષ માટે (1971-73) પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ ફેલોશીપ માટે અમેરિકાના પીટસબર્ગમાં આવેલી વિખ્યાત કારનેગી મેલોન યુનિવર્સિટી (CMU) માં જવાનો અવસર મળ્યો. અહીં તેઓનો સૌ પ્રથમ પરિચય થયો સંદેશાવ્યવહારની તદ્દન નવી ટેકનોલોજી - ઈમેલ સાથે. તમને યાદ હશે કે આપણે ઈમેલ ના ઈતિહાસ વાળા લેખ માં જોઈ ગયા કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ની એજન્સી ARPA દ્વારા જે ARPANET નામનું નેટવર્ક ઉભું કરાયેલું તેના ચાર નોડ્સ હતા એમની એક નોડલ સંસ્થા CMU પણ હતી, આ નોડ રામાણીના ડિપાર્ટમેન્ટમાં જ આવતી હોવાથી રામાણી આ નેટવર્ક નો ઉપયોગ કરવા વાળા પ્રથમ 100 વ્યક્તિઓમાંના એક બન્યા! આ ટેકનોલોજી ના અમુક પાસાઓ તેમને ખૂબ સ્પર્શી ગયા જેમકે કમ્યુનિકેશન માટે પેકેટ સ્વિચિંગ નો ઉપયોગ. પેકેટ સ્વીચિંગ ટેકનોલોજીના ઉપયોગથી મોકલેલો મેસેજ જ્યાં સુધી રિસીવર પોતાના કમ્પ્યુટરમાં લોગીન ના કરે ત્યાં સુધી તેની જ સિસ્ટમ માં સ્ટોર થઈ તેની રાહ જોતો બેઠો હોય! ઉપરાંત જ્યારે લોગ એન કરવામાં આવે ત્યારે Jઓ મેસેજ પ્રોપર રીતે ડેલેવાર ન થયો હોય તો આ ટેકનોલોજી જાતે જ તેના બ્રોડકાસ્ટર ને આપોઆપ જ રિસેન્ડ કરવા જણાવી દે, અલબત્ત યુઝર ની જાણ બહાર! આ નેટવર્ક નો અલગ અલગ રિસર્ચ સંસ્થાઓ અને યુનીવર્સીટી દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે થતો ઉપયોગ જોઈ રામાણીને થયું કે આવું કંઈક આપણા વિકાસશીલ દેશમાં પણ હોવું જરૂરી છે. અહીં ગાળેલાં બે વર્ષોએ તેમનું મગજ કમ્પ્યુટર કમ્યુનિકેશન તરફ વાળી દીધું, તેમના કહેવા પ્રમાણે આ માટે તેમણે તેમના પ્રથમ પ્રેમ એવા "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેનો શિક્ષણ ક્ષેત્રે કરી શકાતા ઉપયોગ" નો ભોગ આપવો પડયો. પણ રામાણી ને લાગ્યુ કે અત્યારે સમયની જરૂરિયાત કમ્પ્યુટર નેટવર્કિંગ છે.
આ વિચારબીજ મગજમાં આરોપી રામાણી ફેલોશીપ પતાવીને 1973માં ભારત પરત ફર્યા અને ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR) નામની શ્રી જે.આર.ડી ટાટા અને ડૉ.હોમી જહાંગીર ભાભા ના સહિયારા પ્રયત્નોથી મુંબઈમાં સ્થપાયેલ પ્રતિષ્ઠિત જાહેર રિસર્ચ સંસ્થામાં કામ કરવું શરૂ કર્યુ.તેમના અને ભારતના સદભાગ્યે રામાણીને ભારતની કમ્પ્યુટર ટેકનોલોજીના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા પ્રોફેસર આર. નરસિમ્હા અને TIFR નાં તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર એમ.જી.કે મેનન ના સબળ નેતૃત્વ હેઠળ નેશનલ સેન્ટર ફોર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ કમ્પ્યુટર ટેક્નિક્સ(NCSDCT) માં કામ મળ્યું. રામાણીના ભારત આવતા પહેલા થી જ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે કામ થવું શરૂ થઇ ચૂક્યું હતું એમાં TIFR મોખરે હતું. તે વખતે કમ્પ્યુટતર ટેકનોલોજી ક્ષેત્રે ભારતના મોટાભાગનાં વૈજ્ઞાનિકો નું ફોકસ નવા અને ઉપયોગી હાર્ડવેર બનાવવા તરફ રહેતું, સોફ્ટવેર હજી ભારતીય ટેકનોલોજી ના ફલક પાર નવુસવું હતું. આવા એક પ્રોજેક્ટ અંતર્ગત 1954થી 1960 દરમિયાન આર. નરસિમ્હા ના નેતૃત્વ હેઠળ એક ટીમે ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર(TIFRAC) નામે ઓળખાતું ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર વિકસાવ્યું હતું. આ ભારતમાં બનેલું અને રિસર્ચર્સ અને એન્જિનિયર્સ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતું ભારતનું પહેલું ડિજિટલ કમ્પ્યુટર કહી શકાય.
Photo: TIFR Bombay
રામાણીએ આ સંસ્થામાં આવ્યા બાદ પોતાના અમેરિકાના અનુભવ પરથી સોફ્ટવેર ક્ષેત્રે વધુ કામગીરી કરવા માટે નરસિમ્હા અને મેનન ને મનાવ્યાં. આમ NCSDCT માં પહેલી વાર અલાયદી રીતે કમ્પ્યુટર નેટવર્ક પર કામગીરી કરતો એક ડિપાર્ટમેન્ટ શરૂ કરાયો. આ દરમિયાન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ(DoE) દ્વારા ફન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ નામની એક કંપનીએ TDC 316 નામનું મીની કમ્પ્યુટર વિકસાવ્યું હતું જેને રીમોટ સ્ટેશન તરીકે ઉપયોગ કરી મુંબઈમાં વીર માતા જીજાબાઇ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ(VJTI), મુંબઈ ને સૌપ્રથમવાર કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવી. પાછળથી NCSDC ના સપોર્ટથી 1977માં આજ સંસ્થા દ્વારા એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો જેને પછીથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ ઇન સોફ્ટવેર ટેકનોલોજી ના નામે ઘણા વર્ષો સુધી ચાલુ રખાયો. આ મુંબઈ અને કદાચ આખા ભારતનો સૌ પહેલો પાર્ટ ટાઈમ કમ્પ્યુટર એજ્યુકેશન નો કોર્સ હતો. આ દરમિયાન NCSDCT સાથે પહેલેથી સંકળાયેલા અને કમ્પ્યુટર મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (CMC) નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રેમ પ્રકાશ ગુપ્તા એક નવું પ્રપોઝલ લાવ્યા. તે વખતે મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો મેસેજ વચ્ચે કોઈ કમ્પ્યુટર માં પહેલા સ્ટોર થાય પછી જેટલા અલગ-અલગ રીસીવર હોય તે બધે જ આ મેસેજ પહોંચી શકે તેવી સર્વિસ) નું ચલણ પ્રમાણમાં વધતું જતું હતું. આવી જ એક કંપની કરોડો રૂપિયાનો એક પ્રોજેક્ટ લઈ આવી હતી, રામાણીએ પ્રોજેક્ટ રીવ્યુ કરી ને જણાવ્યું કે આમાં બતાવેલા કમ્પ્યુટર હાર્ડવેર અને રીયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તો અફલાતૂન છે પણ એનું સોફ્ટવેર આ કામને પહોંચી વળવા કદાચ યોગ્ય નથી. રામાણી એ આના ઉકેલ તરીકે ભારતમાં જ અને NCSDCT ના જ વૈજ્ઞાનિકો દ્વારા નવું સોફ્ટવેર વિકસાવવાનું નક્કી કર્યું. આ ભગીરથ કાર્ય માટે તે વખતે એડવાન્સ ગણાતી હાઈ લેવલ લેંગ્વેજ એવી પાસ્કલ નો ઉપયોગ કરી સોફ્ટવેર બનાવવાનું નક્કી કર્યું. બની ગયા બાદ આ સિસ્ટમ નું ટેસ્ટિંગ કરવું અનિવાર્ય હતું. પણ પ્રશ્ન એ હતો આ સીસ્ટમ ને ઉપયોગમાં લઈ ને તેના બધાજ પાસાઓ પ્રેક્ટિકલી તપાસી શકાય તેવી કોઈ એપ્લિકેશન હાથવગી ન હતી. રામાણી અને પ્રેમ પ્રકાશ ગુપ્તા નું ધ્યાન ગયું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) તરફ, તે વખતે PTI માં અલગ અલગ શહેરો માંથી આવતા હજારો ટેલેક્સ મશીન માંથી શહેર વાઈઝ અલગ-અલગ ઇનપુટ મેસેજ રીસીવ કરી આગળ પોતાના સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવાનું કામ એનાલોગ સિસ્ટમ થી થતું. રામાણી અને ગુપ્તાએ PTI ના તત્કાલીન જનરલ મેનેજર પી.ઉનનીક્રિષ્નનને મળી આ કામ પોતે બનાવેલી સિસ્ટમથી કરી આપવાની વાત કરી અને સામે ઉન્નીક્રિષ્નનને એવો વાયદો પણ કર્યો જો આ કામ કુશળતાથી પાર પડી જાય તો PTI આ નવી સિસ્ટમ ને ખરીદવાનો ઓર્ડર CMC ને આપશે. ત્યારબાદ PTI માં જ એક નાની ઓફિસ બનાવવામાં આવી અને દસેક મહિના ના અથક પરિશ્રમ બાદ આખરે આ દુષ્કર કાર્ય પૂર્ણ થયું અને વાયદા મુજબ PTI એ ટેકનોલોજી ખરીદી પણ લીધી. આ જ પ્રકારની ટેકનોલોજી રામાણી અને એમની ટીમેં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(TCS) ને પણ વિકસાવી આપવામાં મદદ કરી.
આમ જનરલ અને લિઝડ ટેલિફોન લાઈન નો ઉપયોગ કરી સફળતાપૂર્વક નેટવર્ક મેનેજ કરવાનો સારો એવો અનુભવ મેળવ્યા બાદ રામાણી અને તેમની ટીમે પોતાનું ધ્યાન વાયરલેસ કમ્યુનિકેશન તરફ આપવાનું શરૂ કર્યું. દુનિયાના અન્ય દેશોમાં અત્યાર સુધી વાયરલેસ કમ્યુનિકેશન ની પા પા પગલી શરૂ થઈ ચૂકી હતી. અહીં એક આડવાત, ઘણા ને ખબર નથી અને સાયન્સ ટેક્સટબુક્સ માં પણ એજ રીતે ભણાવવા માં આવે છે કે બિનતારી સંદેશ(વાયરલેસ કમ્યુનિકેશન) ના પિતા ઇટાલિયન વૈજ્ઞાનિક ગૂગલીએમો માર્કોની છે, જ્યારે હકીકતમાં દુનિયામાં સૌપ્રથમ વાર પ્રયોગ્શાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉતપન્ન કરનાર જર્મન વૈજ્ઞાનિક હેનરિક હર્ટ્ઝ હતાં જ્યારે અમુક ચોક્ક્સ તરંગલંબાઇ ( 5 મીમી) ના તરંગો ઉત્પન્ન કરી અમુક અંતર સુધી છેક 1895 માં મોકલનાર આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ હતા! આપણે ભલે આપણા આ ભવ્ય વારસાને વિસારી દીધો હોય પણ આ ઐતહાસિક શોધનાં 120 વર્ષ પછી ટેક્નોલોજીકલ એડ્વાંસ્મેંટ ક્ષેત્રે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત The Institute of Electrical and Electronics Engineers (IEEE) એ શ્રી બોઝ ના આ ટુકી તરંગલંબાઈ સંદેશાવ્યવહાર પ્રયોગ ને “માઈલ્સ્ટોન અચિવમેન્ટ” તરીકે પોંખી છે. કારણ કે આ જ ટેક્નોલોજી હજી ક્દાચ પાંચેક વર્ષ પછી આપણા હાથમાં આવનાર 5જી ટેક્નોલોજી નો આધારસ્તંભ રહેવાની છે! અલબત્ત જેને લાંબા અંતર નું પ્રોપર વાયરલેસ કમ્યુનિકેશન કહી શકાય તેનો શ્રેય માર્કોની ને આપવો જોઈએ કારણ કે ટેલિગ્રાફ એ માર્કોની ની દેન હતી, પણ જગદીશચંદ્ર બોઝ ને સાવ વિસારી દેવા પણ યોગ્ય નથી!
Photo: Wikipedia
લગભગ 1978માં ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના વિઝનરી વૈજ્ઞાનિકો ભારતનાં પહેલા સંદેશાવ્યવહાર ઉપગ્રહ APPLE નું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે NCSCDT ની ટીમના અનુભવને ધ્યાનમાં લઈ અલગ અલગ શહેરો વચ્ચે સંદેશાવ્યવહારની પરમેનેન્ટ લિંક સ્થાપવા માટે મદદે બોલાવી. અન્ય બે સંસ્થાઓ સાથે મળીને રામાણી ની ટીમે સફળતા પૂર્વક આ નેટવર્ક 1980 ના અંતભાગમાં બનાવ્યું અને તેનો ડેમો પણ એક કોન્ફરન્સમાં બતાવવમાં આવ્યો. આ બધાથી કમ્પ્યુટર નેટવર્કિંગની મદદથી સામન્ય ભારતીય નાં જીવનનું સ્તર સુધારી શકાય છે તેવો રામાણી નો વિશ્વાસ ઓર વધ્યો અને આ બાબતે જાગૃતિ લાવવા રામાણી, પ્રેમ પ્રકાશ ગુપ્તા અને હિંદટ્રોન ગ્રુપના ચેરમેન હેમંત સોનાવાલા સાથે મળી ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈનફોર્મએશન પ્રોસેસિંગ ના બેનર હેઠળ નેટવર્ક્સ 80 , ધ ઇન્ટરનેશનલ સિમ્પોઝીયમ ઓન કમ્પ્યુટર નેટવર્કીંગ શરૂ કર્યું.
આ સંસ્થાએ આપણી વિકાસશીલ આર્થિક વ્યવસ્થામાં નેટવર્કિંગ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે વિશે ગંભીર રીતે વિચારણા શરૂ કરી અને આ અંતર્ગત ત્રણ મુખ્ય પ્રોજેકટ ડેમો નું આયોજન કરવામાં આવ્યું. 1) કમ્પ્યુટરાઈઝડ રેલવે રિઝર્વેશન સિસ્ટમ 2) ઈમેલ સિસ્ટમ 3) પ્રેસ્ટેલ સિસ્ટમ (70 ના દાયકામાં બ્રિટનમાં શરૂ થયેલ પ્રેસ ટેલિવિઝન સિસ્ટમ). રેલવે રિઝર્વેશન સિસ્ટમ પ્રોજેકટ સમોસૂતરો પાર તો પડ્યો, પણ આમાં એક તકલીફ એવી આવી કે ઓરીજીનલ ડેમો માં અમદાવાદ, મુંબઈ અને દિલ્લી રેલવેસ્ટેશન થી રિયલ ટાઈમ ડેટા નો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું પણ જે અધિકારી એ આ માટે સપોર્ટ કરવાનું વચન આપ્યું હતું તેમના નિવૃત્ત થઈ જવાથી એમ જ ડેમો આપી દેવો પડ્યો. પરંતુ આ ડેમો પણ એટલો સફળ રહ્યો કે 1985 માં પહેલી વાર ઇન્ડિયન રેલવેઝ એ સમગ્ર ઉત્તર રેલવે સર્કલ માટે કમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન સિસ્ટમ માટે CMC ના પ્રેમ પ્રકાશ ગુપ્તા ને ઓર્ડર આપ્યો. એકાદ વર્ષમાં આ નેટવર્ક અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તારવામાં આવ્યું. ભારતની આમ જનતા અને તેમની જીવનશૈલી ને અસર કરી શકે તેવું કદાચ કમ્પ્યુટર ટેકનોલોજી નું આ પ્રથમ યોગદાન ગણી શકાય! વી.એસ.રાઓ નામના NCSCDT ના વૈજ્ઞાનિકે ઈમેલ સિસ્ટમ નો ડેમો DEC 10 નામના કમ્યુટર પર આપ્યો. પ્રેસ્ટેલ સિસ્ટમ નો ડેમો બ્રિટિશ ટેલિકોમના રિસર્ચર માઈકલ મિલર દ્વારા મુંબઇ-લંડન વચ્ચે રિમોટ લિંક દ્વારા કરવામાં આવ્યો. અહીં એ નોંધવું જરૂરી છે કે પ્રેસ્ટેલ સિસ્ટમ ને સૌથી પહેલું ઇન્ટરનેટ નેટવર્ક અથવા ઇન્ટરનેટ નેટવર્ક નું પૂર્વજ કહી શકાય, અને હજી વર્લ્ડ વાઈડ વેબ નો જન્મ થવાને પૂરા એક દાયકાની વાર હતી!
1983 માં રામાણી એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (DoE) ને તેઓ એ અમેરિકામાં જોયું હતું તેવું ARPANET જેવું રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક સ્થાપવાની ભારતમાં તાતી જરૂરિયાત છે તે મતલબનો પત્ર લખ્યો. ત્યાં સુધી પ્રેમ પ્રકાશ ગુપ્તા ભારત સરકાર માં સેક્રેટરી ના હોદ્દે પહોંચી ચુક્યા હતા અને તેઓ નેટવર્કિંગની ઉપયોગીતા થી વાકેફ જ હતા તો આ પ્રોજેકટ ને તરત જ લીલી ઝંડી મળી ગઈ. આ પ્રોજેકટ માટે DoE દ્વારા IIT Madras પાસ આઉટ અને દિમાગથી ટેક્નોક્રેટ વધુ અને બ્યુરોક્રેટ ઓછા એવા એસ. રામકૃષ્ણન ને એપોઇન્ટ કરવામાં આવ્યા. તેમનું મુખ્ય કામ હતું આ પ્રોજેકટ માટે ફંડ જુટાવવાનું. આ માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) નો સંપર્ક કરવામાં આવ્યો અને આ એજન્સી ફંડ આપવા માટે મંજુર પણ થઈ ગઈ. આ રીતે પાંચ IIT ( મુંબઇ, દિલ્લી, કાનપુર, ખડગપુર અને મદ્રાસ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર માંથી એક્સપર્ટ્સ ની એક કોર ટીમ તૈયાર કરવામાં આવી. ફાઈનલી, ઉપર જણાવેલ છ સંસ્થાઓ ઉપરાંત NCST અને DoE એમ કુલ આઠ સંસ્થાઓ ના સહિયારા પ્રયાસ થી ભારતનું પ્રથમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક (ERNET) નામનુ રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું. 1986 ના વર્ષમાં NCST અને IIT મુંબઈ વચ્ચે સૌથી પહેલી ડાયલ અપ લિંકેજ ઈમેલ ની આપ-લે માટે સ્થાપિત કરવામાં આવી. 1987 સુધી IIT મદ્રાસ અને દિલ્લી ને પણ આવરી લેવામા આવ્યા. આ માટે NCST માં VAX 8600(વિનસ) નામનાં કમ્પ્યુટર અને એમસ્ટર્ડમ ખાતે રહેલા હબ ના એક રાઉટર નો ઉપયોગ કરી ERNET ના તમામ સભ્યોને ઈમેલ એક્સચેન્જ માટે વ્યવસ્થા ઉભી કરી દેવાઈ.(હવે જો “કોઈ” એમ કહેતું હોય કે તેણે છેક 1988 માં ઈમેલ નો ભારતમાં ઉપયોગ કર્યો હતો તો એ વાત ને સાવ નકારી પણ ન શકાય !!) આમ 1988 સુધીમાં ભારતમાં ઈન્ટરનેટ નું આગમન થઈ ચૂક્યું હતું. આમ પ્રચલિત માન્યતા કે, ભારતીયો એકબીજાના ટાંટિયા જ ખેંચી જાણે છે પણ કદી તેઓ સાથે મળી કોઈ મોટું કાર્ય પૂરું કરી શકે નહિ, તો આ કથા આવી માન્યતા વિરુદ્ધ આટઆટલી સંસ્થાઓ અને પોતપોતાના ક્ષેત્રના તજજ્ઞો ભેગા મળી ભારત જેવા ઓછા સંસાધનો વાળા દેશમાં પણ કેટલી અસરકારક રીતે કોમ્પ્યુટર ક્રાંતિ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

No comments:
Post a Comment